Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વિવિધ કાર્યક્રમ

 વડિયા મુકામે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ તેમાં સુદર્શન હોસ્પિટલ અમરેલી તેમજ રાજકોટ નાં ઓર્થોપેડિક ડો.ભાર્ગવ પંડ્યા તેમજ ડેન્ટલ ડો.એકતાબેન પંડ્યા એ વડિયા તેમજ આજુબાજુના વિસ્તારના ગરીબ માણસો બહુ મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો તેમાં નેત્ર મા ૨૮૦ લોકોએ લાભ લીધો અને ૧૫ દર્દી ને મોતિયા નાં ઓપરેશન માટે અમરેલી લઈ ગયેલાં અને હાડકા ને લગતા ૧૧૦ જેટલા વ્યકિત એ લાભ લીધો અને દાંત વિભાગ મા ૯૫ લોકોએ લાભ લીધો અને ખાસ સેવા મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્યં મા નવા કાર્ડ આશરે ૮૦ જેટલા અને રીન્યુ માટે ૧૩૦ જેટલા લાભાર્થી એ લાભ લીધો હતો ટોટલ ૭૧૦ જેટલી વ્યકિત નું સેવા કાર્ય નું કામ વડિયા ચેમ્બર ઓફ કોમર્સ કરેલું છે. અમારી સાથે સેવા નો સહકાર આપવા વડિયા ગ્રામપંચાયત તેમજ પટેલ વાડી નો સહકાર હતો. આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા રંણુજાનાં  મહંત તેમજ વડિયા નાં  પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ સરપંચ છગનભાઈ ઢોલરીયા ઉપ સરપંચ નિલેશ પરમાર દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કરેલ અને કેમ્પ મા સાચી સેવા કરવા નાં હક દાર એવાં મિતુલ કિરીટભાઇ  ગણાત્રા કેયૂર અજબિયા ગોપાલ વડેરિયા જીગર સેજપાલ પીન્ટુ મકાણી નરેન્દ્ર સરવેયા હિતેશ કાનની રમેશભાઈ ઢોલરિયા તેમજ તનતોડ મહેનત મા લાગેલા ચેમ્બર ઓફ કોમર્સ ની ટીમ  મિતુલ ગણાત્રા મહીરભાઈ સુમરા અશ્વિનભાઈ મહેતા જીગ્નેશ રાંક મહમદભાઈ સુંમરા તમામ આયોજન નાં સાચા હકદાર ભરતભાઈ વદ્યાંસીયા હતાં. તમામ આયોજન નો ખર્ચ ચેમ્બર ઓફ કોમર્સ કરેલો હતો તેમ ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ મિતુલ ગણાત્રા ની યાદીમાં જણાવ્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ) (૯.ર)

(12:24 pm IST)