Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ઓખામાં માછીમારો માટે જનજાગૃતિ કાર્યક્રમ

ઓખા : દરિયા કિનારે દર વર્ષે છ હજાર જેટલી નાની મોટી માચ્છીમારી બોટો કાર્યરત રહે છે. જેમાં ઓખાની ત્રણ હજાર અને બેટની ચારસો જેટલી માચ્છીમારી બોટો રહેલી છે. તેમની સહાયતા અને સુરક્ષા માટે ભારતીય તટરક્ષક જહાજો અને હવાઇદળ ર૪ કલાક સહાયતા માટે રહે છે. આજરોજ બેટ દ્વારકામાં ભારતીય તટરક્ષકદળની અરજંય શીપના સ્ટાફ જવાનો દ્વારા માચ્છીમારી અવરનેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લાઇફ જાકીટ, રીંગબોયા તથા ટ્રાન્સમીટરના ઉપયોગનો લાઇવ ડેમો બતાવામાં આવેલ અને માચ્છીમારોની ફીસીંગમાં જતા પહેલા તમામ જરૂરી કાગળીયાઓ સાથે રાખવા, એક જુથમાં ફીસીંગ કરો, નીયત સમયે પરત ફરો, કોઇપણ શંકાશીલ જળ વહાનો જોવો તો તુરંત તટરક્ષકને જાણ કરો, જેવા તમામ સુરક્ષાના નીયમોનું પાલન કરી તમામ માચ્છીમારી સમાજ સુરક્ષા એન્જશીના આંખ કાન બનવા વિનંતી કરી હતી. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ -ઓખા) (૮.૯)

(12:23 pm IST)