Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જસદણ પાસે પેસેન્જર ભરવા પ્રશ્ને મીનીબસના ડ્રાઇવર રણછોડ રબારીની હત્યાની કોશિષ

વિંછીયાનો ઇકો ચાલક મયુર કાઠી સહિત છ શખ્સો પાઇપ અને ધોકાથી તુટી પડયાઃ બસમાં તોડફોડઃ રોકડ અને ચેઇન મળી ૬૦ હજારની લૂંટ

રાજકોટ, તા.૨૯: જસદણના આટકોટ હાઇવે પર કલ્યાણી પેટ્રોલ પંપ પાસે પેસેન્જર ભરવા બાબતે સીટીરાઇટ મીની બસના ચાલકને વિંછીયાના ઇકો ચાલક કાઠી શખ્સ સહીત છ શખ્સોએ ધોકા, પાઇપ વડે ખૂની હુમલો કરી બસમાં તોડફોડ કરી રોકડ તથા સોનાનો ચેઇન મળી રૂ.૬૦,પ૦૦ની લૂંટ ચલાવી ધમકી આપતા ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ બોટાદના તુરખા ગામમાં રહેતો અને સીટીરાઇટ મીની બસ ચલાવતો રણછોડ કાનાભાઇ ઢગેલ (રબારી) (ઉ.વ.૨૪) એ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં વિંછીયાનો મયુર જોરૂભાઇ કાઠછ તથા પાંચ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. રણછોડે ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી સીટી રાઇડ મીની બસમાં પેસેન્જરોનેે બેસાડીને બોટાદ રાજકોટના રૂટ ઉપર ચલાવતા હોય તે દરમ્યાન મયુર કાઠીના પોતાનો ઇકકો ગાડી રણછોડની બસની આગળ ચલાવી પેસેન્જરો ભરતો હોય જે પેસેન્જરો નહીં ભરવા બાબતે ઠપકો આપતા આ કામના મયુરને સારૂ નહીં લાગતા રણછોડને પોતાની બસ લઇને રાજકોટથી જસદણ તરફ આવતો હતો ત્યારે જસદણ આટકોટ હાઇવે રોડ ઉપર પોતાની બસ લઇ ઉભા હતા તે દરમ્યાન મયુર સાથે બીજા અજાણ્યા પાંચ માણસો આવી જેમ ફાવે તેમ ગાળો આપતા રણછોડે ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપવતી બસના કાચ તોડી, બસમાં નુકશાન કરી રણછોડને લોખંડના પાઇપ વતી એક ઘા માથાના જમણી બાજુ કાન ઉપરના ભાગે મારી જીવલેણ હુમલો કરી તેની બસની નીચે ઉતારી બીજા શખ્સોએ પાઇપ તથા લાકડાના ધોંકાવતી માર મારી જમણા હાથે તથા શરીરે નાનીમોટી મૂંઢ ઇજાઓ કરી તથા લખમીબેનને હાથ ઉપર પાઇપ મારી મુંઢ ઇજાઓ કરી હતી તથા મયુરે રણછોડના પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ.૧૦,પ૦૦ તથા સોનાનો ચેઇન બે તોલાનો કિં.રૂ.પ૦,૦૦૦/ નો મળી કુલ રૂ.૬૦,પ૦૦/ ના મુદામાલની લૂંટ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બાબત અંગે જસદણ પોલીસ મથકના પી.આઇ.એચ.જી પલ્લાચાર્યએ તપાસ આદરી છે.

(4:05 pm IST)