Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સાયલા પાસે કાર પલ્ટી જતા જાવેદ શેખનું મોતઃ એકને ઇજા

 વઢવાણ તા.૨૯: સાયલાના અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર પુરપાટ ઝડપે જઇ રહેલ કારના ચાલકે પોતાની કારના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતા આ કારમાં સવાર રહેલા જાવેદભાઇ સુલેમાનભાઇ શેખ, ઉ.વ.૩૦ વાળા યુવાનનું ઘાયલ અવસ્થામાં ઘટના સ્થળ ઉપર જ મોત નિપજેલ હતું.

જયારે આ કારમાં બીજા એકને ઇજા થયેલ જેમાં આમીલ હામીદ મેમણ હોવાનું જાણવા હાલમાં મળેલ છે. જેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

 જયારે આ કાર લઇને આ બન્ને યુવાનો અમદાવાદ થી જામનગર જતા હોવાનું જાણવા મળેલ છે. સાયલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

(3:46 pm IST)