Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બોટાદના હડદડ ગામે શાળાને તાળાબંધી :ધોરણ 9અને 10ને મંજૂરી નહિ મળતા ગ્રામજનો વિફર્યા :શાળા સામે ધરણા

બોટાદના હડદડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં વારંવારની નેતાઓ તથા ધારાસભ્યો પાસે માંગણી કરવા છતાં ધોરણ 9 – 10 મંજૂરી મળી નથી રહી. આથી કંટાળીને સમસ્ત ગામલોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને આજરોજ હડદડ ગામમાં આવેલ શાળાની સામે ધરણા કરવામાં આવ્યા હતા.

(1:58 pm IST)