Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઓખા પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

ઓખા : ઓખા પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે ઓખા શ્રી ગીતા પાઠશાળા રક્ષાબંધનનું આધ્યાત્મીક મહત્વ સમજાવતા તથા ભાઇ બહેનના પવિત્ર પ્રેમ સાથે કલીયુગમાં સમાજીક અને ધાર્મિક દુષણોથી જીવ માત્રની રક્ષા સમજાવતો કાર્યક્રમ ઓખા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પાઠશાળાએ બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓખા માં બી.એસ.એફ. બોર્ડર સીકયુરીટી ફોર્સના તમામ જવાનોને બ્રહ્મા કુમારી બહેનો દ્વારા રક્ષા સુત્રના ધાગા બાંધી મો મીઠા કર્યાં હતા. રક્ષાબંધનનું આધ્યાત્મીક મહત્વ સમજાવવા બ્રહ્માકુમારી અનસુયા બહેને જણાવેલ કે કળીયુગના સમયમાં જયારે સમાજમાં દુષણો જે વાકે ક્રોધ, લોભ, અહંકાર, ઇર્ષા, દ્વેષ ખુબ જ વધી જાય છે. જેના રક્ષા માટે વિશ્વમાં રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે બી.એસ.એફ. ઇન્સ્પેકટર શ્રી શાન્તીસર બેનરજી સાથે સર્વે જવાનોએ સંકલ્પ કર્યો હતો કે ''દેશની સીમા સાથે બહેનોની ઇજજતની પણ રક્ષા કરીશું. રાખી ભાઇ બહેનનો પ્યાર જ નથી પરંતુ પ્યારી બહેનાનંુ રક્ષા કવચ છે'' આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખા બ્રહ્માકુમારી ડો. આશાબેન પટેલ તથા તેમની ટીમે સારી જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ભરત બારાઇ)(૧.૩)

(12:01 pm IST)