Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમરેલીના નાના ભંડારીયામાં મજૂરી ન મળતાં અક્ષયે ઝેર પીધું

વણકર યુવાન એક માસથી બેકાર હતોઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯: અમરેલીના નાના ભંડારીયા ગામમાં રહેતાં અક્ષય નાથાભાઇ માધડ (ઉ.૨૫) નામના વણકર યુવાને બેકારીથી કંટાળી જઇ ઝેરી ટીકડી પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અક્ષય બે ભાઇ અને એક બહેનમાંમોટો છે અને કડીયા કામની છૂટક મજૂરી કરે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ છેલ્લા એક માસથી મજૂરી કામ મળતું ન હોઇ બેકારીથી કંટાળી જઇ અક્ષયએ ઝેરી ટીકડી પી લીધી હતી. અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી.

લાઠીના વિરપુરમાં  લીલાએ ઝેર પીધું

લાઠી તાબેના વિરપુર ગામે સુરેશભાઇ લક્ષમણભાઇની વાડીમાં પતિ સાથે રહી ખેત મજૂરી કરતી લીલાબેન કાળુ ભીલાવા (ઉ.૩૨)એ ઝેરી દવા પી લેતાં રાજકોટ ખસેડાઇ છે. તે બેભાન હોઇ કારણ જાણવા મળ્યું નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. (૧૪.૫)

(11:59 am IST)