Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સાસણગીરમાં શનીવારથી ગીર મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ

ગણપતભાઇ વસાવાના હસ્તે ઉદ્દઘાટનઃ જેનુ દેવન, ડો.મોહનરામ, ડો. સૌરભ પારધીની આગેવાનીમાં તડામાર તૈયારી

રાજકોટ તા. ર૯ : આગામી તા. ૧ સપ્ટેમ્બરના ગીર મોનસુન ફેસ્ટિલનો પ્રારંભ થનાર છે.

 

તા.૧ ને શનીવારે સાંજે ૪-૩૦ વાગ્યે જુનાગઢ જીલ્લાના સાસણગીરમાં ભાલછેલ, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગીર મોનસુન ફેસ્ટિવલનો ઉદ્દઘાટન સમારંભ યોજાશે.

ઉદ્દઘાટન તરીકે રાજયના પ્રવાસન, આદિજાતી વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહેશે.

આ તકે જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના અધ્યક્ષ કમલેશભાઇ પટેલ, જુનાગઢના મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદાર, તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઇ બાર, ગુજરાત પ્રવાસન નિગમ લી.ના બોર્ડ ઓફ ડિરેકટર ગજેન્દ્રસિંહ જાડેજા, સુધીરભાઇ લાલપુરવાળા, અમિતભાઇ ઠાકર, કેશુભાઇ પટેલ, ઝવેરીભાઇ ઠકરાર, માંધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત જુનાગઢ વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડા, જુનાગઢ ગીર પશ્ચિમ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ધીરજ મિતલ સહિતના ઉપસ્થિત રહેશે.

સફળ બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડના મેનેજીંગ ડિરેકટર જેનુ દેવન, જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારધી, સાસણગીર વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો મોહનરામ સહિતના આગેવાનીમાં ટીમો કાર્યરત છ.ે(૬.૬)

(11:58 am IST)