Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભુજના માનકુવામાં પોલીસ ધરપકડ કરશે તેવા ભયથી આપઘાતનો પ્રયાસ

ભુજ, તા.૨૯:  ભુજના માનકુવા ગામના ૨૮ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવાન ના પરિવારજનોને જાણ થઈ જતા તાત્કાલિક તેને બચાવીને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

યુવક ના પિતા હિરજીભાઈ ડાહ્યાભાઈ ના જણાવ્યા પ્રમાણે વારંવાર કોર્ટનું સમન્સ આવતા પોતાની પોલીસ દ્વારા ધરપકડ થશે એવી બીક લાગતા તેણે આત્મહયાનો પ્રયાસ કર્યો હતો.(૨૩.૬)

 

(11:58 am IST)