Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કુંકાવાવમા આડેધડ કરાતા પાર્કિંગ સામે પોલીસની કામગીરીઃ ૮ વાહનચાલકોને દંડ

 તા.૨૯:  ટ્રાફિકને લઇને અવાર-નવાર રસ્તા પર આડેધડ પાર્કિંગ થતુ હોય છે ધુમ સ્ટાઇલના વાહનો પર લગામ જરૂરી હોય ત્યારે વડીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી જી.ડી. આહીર દ્વારા બપોર બાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં વાહનો પર ગેરકાયદેસરના સિમ્બોલ, હોર્ન, લગાડેલા વાહનોને દંડની પાવતી આપી ટ્રાફિક કામગીરી કરવામાં આવેલ. ધ્વની પ્રદુષણ ફેલાવતા વાહનો પર આગામી સમયમાં પણ કાર્યવાહી શરૂ રહેશે તેમ લેડી પી.એસ.ઓ. જી.ડી.આહીરની કાર્યપ્રણાલીને લોકો વધાવી રહયા છે. જયારે ક્રિમીલેયરમાં ફફડાટ વ્યાપ્યો છે. આજની આ ઝુંબેશમાં એએસઆઇ મહેશદાન ગઢવી, જમાદાર જીતુદાન ગઢવી, એએસઆઇ અબ્દુલભાઇ સમા, ધર્મેશભાઇ પરમાર, મહેશદાનભાઇ ગઢવી( વડીયા) વગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.(૧.૭)

(11:56 am IST)