Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પટેલ પરણિતા પર છરીની અણીએ દુષ્કર્મ

મોરબી પંથકનો બનાવઃ જેતપરના લાલજી કોળીએ પતાવી દેવાની ધમકી આપી

મોરબી તા. ર૯ :.. મોરબી તાલુકાના જેતપર ગામે આઘેડ પરિણીતા પર યુવાન કોળી શખ્સે છરીની અણીએ દુષ્કર્મ આચરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ તાલુકા પોલીસ મથકે થઇ છે.

 

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પંથકની પટેલ પરણિતાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તે બપોરે પોતાના ઘેર એકલી હતી અને સુતી હતી ત્યારે આરોપી લાલજી ધનજી આંબલીયા -કોળી (ઉ.રપ) રહે. જેતપર (મચ્છુ) નામનો યુવાન તેના ઘરમાં ઘુસી, બળજબરી પૂર્વક તેણીનું બાંવળુ પકડી બિભત્સ ગાળો દઇ, છરી બતાવી, જાનથી મારી નાખવાની  ધમકી આપી, ઢસડીને બાજૂના મકાનની ઓરડીમાં  લઇ જઇ પલંગ પર પટકાવી હતી,  અને તેણીના કપડા કાઢી, બળજબરી પૂર્વક, ફરી.ની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા સહિતનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.(પ.૧૮)

 

(11:55 am IST)