Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઉપલેટાના પાનેલીમાં હાર્દિક પટેલના ઉપવાસનાં સમર્થનમાં ઉપવાસ કરનારા કાર્યકરોની અટકાયત

ઉપલેટા, તા. ર૯ : હાર્દિક પટેલ ઉપવાસ આંદોલનના ટેકામાં ઉપલેટા તાલુકાના ભાયાવદર અને પાનેલીના પાસના આગેવાનો નયન જીવાણી અને પાનેલીના જતીન ભાલોડીયા દ્વારા પટેલ સમાજ ભાયવદરના પ્રતીક ઉપવાસ કરવાની જાહેરાત કરતા. આગલી રાત્રે જ પાસના આગેવાન નયન જીવાણી જતીન ભાલોડીયા જીજ્ઞેન રામાણી રેખાબેન સીણોજીયા શીતલબેન બરોચીયા મીત જીવાણી કૈલાશભાઇ માકડીયા સહિત સાતની અટકાયત કરીને પોલીસ રાત્રે જ ઉપાડી લઇને કોઇ અજ્ઞાત સ્થળે ઉપાડી ગયેલ હતી આ આગેવાનોની ગેર હાજરીમાં પાસના કાર્યકરો કે પટેલ સમાવના લોકો ઉપવાસ કાર્યક્રમ રદ ન કરે તે માટે ઉપવાસને  સ્થળ ભાયાવદર પટેલ સમાજની આજુબાજુ પોલીસના ધાડેધાડા ખડકી દેવાયા હતા.

છેક સાંજે પાંચ વાગ્યા આજુબાજુ અટકાયત કરેલ સાત આગેવાનોમાંથી બે મહિલા રેખાબેન સીણોજીયા શીતલબેન બરોચીયા મીત જીજાણી અને કૈલાશભાઇ માકડીયાને જવા દેવામાં આવેલ હતા નયા જીવાણી જતીન ભાલોડીયા અને જીજ્ઞેશ રામાણી સામે પોલીસે ૧પ૧ ની કલમ નીચે ઉપલેટા મામલતદાર પાસે રજૂ કરતા મામલતદારે ર લાખના સોલવંશી જામીનનો હુકમ કરતા સાંજે આ આગેવાનો જામીન ન આપી શકતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા બીજા દિવસ બપોરના બે વાગ્યે તેમનો છુટકારો થયેલ હતો.

જામીન ઉપર છુટયા બાદ પાસના આગેવાન નયન જીવાણી જણાવેલ કે અમો ખાનગી માલીકીમાં પટેલ સમાજમાં ઉપવાસ કરવાના હતા પણ પોલીસે સરકારના દબાણ હેઠળ અમોને ઉપવાસ કરતા અટકાવી અટકાયત કરેલ હતી સરકાર તાનાશાહી વલણ અપનાવે છે ત્યારે આવનારીની ચૂંટણીમાં સરકારે તેમનું પરિણામ અને પટેલ સમાજના રોષનો ભોગ બનવુ પડશે.

(11:53 am IST)