Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વાંકાનેરમાં તંબાકુમાં ભેળસેળનું કારસ્તાન પકડાયું

ઇકો કારમાંથી નકલી તંબાકુ પકડાયા બાદ ભેળસેળની મશીનરી સહિતની સામગ્રી પકડાઇઃ નકલી તંબાકુ સહિત ૭.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો

વાંકાનેર તા. રપ :.. વાંકાનેરમાં કારમાંથી નકલી તંબાકુનો જથ્થો પકડાયા બાદ તંબાકુમાં ભેળસેળના કારસ્તાનના પદાર્ફાશ થયો છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી એફ. એસ. એલ. ને જાણ કરી છે.

વાંકાનેર પુલ દરવાજે નકલી બાગબાન તમાકુની ઇકો કાર ગેરકાયદેર તમાકુનો જથ્થો લઇને જઇ રહી હોવાની બાતમી વાંકાનેર શહેર પોલીસ અધિકારી, પીએસઆઇ એમ. જે. ધાધલ ને મળતા તેઓએ પીઆઇ વાઢીયાને જાણ કરી, પોલીસ સ્ટાફ સાથે પુલ દરવાજે પહોંચી નકલી તમાકુના જથ્થા સાથેની ઇકો કાર (જીજે-૦૩ એચ. આર. ૪૦૧પ) ને ચેક કરતા તેમાં ગેરકાયદે બાગબાન તમાકુનો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા મહંમદ શફી અનવરભાઇ પરાસરા (ઉ.૩૦), (રહે. લક્ષ્મીપરા દરગાહ સામે) ન્િ અટકાયત કરી પોલીસે પુછપરછ કરતા નકલી તમાકુના મુદામાલના કાર્ટૂન નંગ-૮, ડબ્બા નંગ ૧૬૦૦ તથા વજન કાંટા, જે તમામ મુદામાલ તેઓના રેસીડેન્ટ, લક્ષ્મીપરા, દરગાહ સામે તપાસ કરતા વધુ નકલી બાગબાન તમાકુના ડબા નંગ ૧ર૭ જેની આશરે કિંમત ૭૮૧૦પ રૂપિયા તથા ડબા નંગ ૩૩ કિંમત રૂ. પ૦૪૯૦, ડબા નંગ ૬ રૂ. ૬૦૦ તેમજ બાગબાન ના ખાલી ખોખા નંગ ૭૦ તથા ડબા નંગ ર૧૦, રૂ.  ૩૦૪પ૦, લોખંડનું તમાકુ મીકસ કરવાનું મશીન કિ. રૂ. ૮૦,૦૦૦, ડાય મશીન નંગ-ર, રૂ. ૪૦૦૦, તમાકુનું બેરલ-૧, રૂ. ૧૧૦૦૦ મળી ને કુલ મુદામાલ સાત લાખ એસી હજાર પાંચસો પીસ્તાલીસનો મુદામાલ, પોલીસ અધિકારી પીઆઇ વાઢીયા, તથા પીએસઆઇ ધાધલ, જમાદાર રાજભા, પીસી વિરેન્દ્રસિંહ, હરેશભાઇ, અરવિંદભાઇ, જયપાલસિંહ, અરવિંદભાઇ ઓળકીયા એ કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે અને આ બાબતની જાણ એફએસએલ વિભાગને કરવામાં આવી છે.

વાંકાનેરના પીઆઇ બી. ટી., વાઢીયાએ જણાવ્યું હતું કે, નકલી તમાકુનો જથ્થો પકડાયા બાદ તેમાં ભેળસેળના કારસ્તાનનો પદાર્ફાશ થયો છે. ભેળસેળમાં ઉપયોગમાં લેવાતા મશીનરી સહિતની સામગ્રી કબ્જે કરાઇ છે. અને આ અંગે એફ. એસ. એલ. ની કાર્યવાહી બાદ આગળની કાર્યવાહી કરાશે. (પ-ર૦) 

(11:53 am IST)