Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીમાં હોસ્પિટલ સામે પરિણીતાએ દવા પીધી

શીતલબેનના લગ્નને ચાર માસ જેટલો સમય થયો : મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીની સીધ્દ્ધી વિનાયક હોસ્પિટલ સામે પરિણીતાએ ખળ મારવાની દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવ મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગરમાં રહેતી શીતલબેન કિશનભાઈ સાવરિયા (ઉ.૨૦) ગત તા. ૨૭ ના રોજ સામાકાંઠે સિદ્ધિ વિનાયક હોસ્પિટલ સામે ખળ મારવાની દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો ધટના અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ શીતલબેનના લગ્નને ચાર માસ જેટલો સમય થયો હોવાની માહિતી પ્રાથમિક માહિતી મળી છે

(10:40 pm IST)