Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબી જીલ્લાના લોકડાયરાના કલાકારો તા. ૧૩ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે

ફોર્મ મેળવવા અને જમા કરાવવાનું સ્થળ મોરબી જિલ્લા માહિતી કચેરી રહેશે

મોરબી : જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લામાં લોકજાગૃતિ માટે પરંપરાગત માધ્યમ હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ/વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે પરંપરાગત માધ્યમો લોકડાયરા, નાટક, પપેટ શો વગેરે જેવા કાર્યકમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમ માટે નિયત કરેલ પુરસ્કાર પણ આપવામાં આવે છે.
કલાકારોને પ્રોત્સાાહન સાથે સ્ટેપજ મળી રહે અને પોતાનામાં રહેલી કલા લોકો સમક્ષ રજૂ કરી કલાને નિખારી શકે તેવા આશયથી કલાકારોને અગ્રતા આપી કાર્યક્રમોની ફાળવણી કરવામાં આવશે. મોરબી જિલ્લાાના સ્થાનિક લોકડાયરા, કઠપુતળી, ભવાઇ કે નાટકના કલાકારોને તા. ૧૩/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા માહિતી કચેરી ખાતેથી ફોર્મ મેળવીને આધાર પૂરાવા તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.
ફોર્મ મેળવવાનું અને જમા કરાવવાનું સ્થળ જિલ્લાલ માહિતી કચેરી, જિલ્લા સેવાસદન, રૂમ નં. ૨૨૭, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી રહેશે

(10:26 pm IST)