Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરનો જવાન શહિદ :અંતિમયાત્રા આખું લીલાપુર ગામ હિબકે ચડ્યું

તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી: કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરાયા

સુરેન્દ્રનગર : ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરનો 24 વર્ષીય જવાન ગતરોજ શહીદ થયો હતો. ત્યારે આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. જવાનના અંતિમ સંસ્કાર તેની બહેન દ્વારા કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું હતું.

 

સુરેન્દ્રનગરના લીલાપુર ગામમાં રહેતો અને છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદિપ ગત બુધવારના રોજ શહિદ થયો હતો. કુલદિપ મુંબઈ ખાતે INS બ્રહ્મપુત્ર યુનિટમાં ફરજ બજાવતો હતો. 28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.

શહિદ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જો કે, સારવાર દરિમયાન તેનું નિધન થયું હતું. તેના નિધનના સમાચારની જાણ ગામમાં થતા લોકોમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી. પોતાના ગામના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

(7:13 pm IST)