Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સતાધાર ખાતે 'કોરોના ગાઈડ લાઈન'ને સંપૂર્ણ અનુસરી ગુરૂપૂર્ણિમાની ઉજવણીઃ સેનેટરાઈઝ-માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનું સ્વૈચ્છિક પાલન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: સુપ્રસિદ્ઘ યાત્રાધામ સતાધાર આપાગીગાની જગ્યા લાખો લોકોની આસ્થાનુ કેન્દ્ર છે એવા 'સતાધાર ધામ'માં ગુરૂપૂર્ણિમાંની સરકારની કોરોના ગાઈડ લાઈનને અનુસરી ઉજવણી કરવામાં આવી હતી.

આપાગીગાની જગ્યા પરિસરમાં કોરોના ગાઈડ લાઈનનુ સંપૂર્ણ પાલન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.જગ્યા પરિસરમાં પ્રવેશતા જ ઓટોમેટિક સેનેટરાઈર મશીન દ્વારા આવનાર લોકોને સેનેટરાઈઝ કરવામાં આવ્યા હતા.માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સની ફરજીયાત જાળવણી રખાઈ હતી.આમ કોરોના અંગેની સરકારશ્રીની ગાઈડ લાઈનને સંપૂર્ણ અનુસરીને ગુરૂ પૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી.

સતાધાર જગ્યાના મહંત પૂ વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા ગુરૂગાદીનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ.ભાવિકોએ સ્વયંશિસ્ત સાથે ઉત્સાહભેર ગુરૂનાં આશીર્વાદ-દર્શન-સંતવાણી-મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

સતાધાર જગ્યાના મહંત પૂ વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુએ સૌને આશીર્વાદ આપ્યા હતા.

(1:13 pm IST)