Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સાવરકુંડલાનો પોસ્ટ ઓફીસ રોડ જર્જરિત

સાવરકુંડલાઃ નાવલી નદી થી પોસ્ટ ઓફીસ વાળો રોડમાં મોટા મોટા ખાડાઓ પડી જવા થી ભ્રષ્ટાચાર થાય નું જોવા મળેછે.  તાજેતરમાં સાવરકુંડલા નગર પાલિકા દ્વારા રિધ્ધી સિધ્ધિ ચોકથી મણીભાઈ ચોક પોસ્ટ ઓફીસ રોડ ચાર માસ પહેલા બનાવવામાં આવેલ છે આ સી સી રોડમાં ટેન્ડર મુજબનો માલ સમાન કે ચીજવસ્તુઓ વાપરવામાં આવી નથી આ સી સી રોડમાં લોટ પાણી અને લાકડા અને એકદમ હલકી ગુણવતા વાળો માલ વાપરતા રોડ માં બે બે ફૂટ ના ખાડા ઓ પડી ગયા અને જર્જરિત થવા લાગ્યો છે આ સી. સી. રોડ ૧૫ દિવસ માં એકદમ ખરાબ અને ધોવાઈ જશે તેવી લોકોમાં ચર્ચા થવા લાગી છે આ અંગે નગર પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાટર નબળો રોડ બનાવથી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે  આ સી સી રોડ બનાવવામાં આવ્યો તેનું બિલ કોણે ચૂકવીયું  તે અંગે અને ટેન્ડર મુજબ કામ કરવામાં આવ્યું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે તેવું વિશ્વાસ પાત્ર વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.

(1:08 pm IST)