Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજ્ય સરકાર દ્વારા જામનગરને ૮.૫ કરોડની કિંમતનું સીટી સ્કેનિંગ મશીન ફાળવાયુ

હેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિત શહેર સંગઠનના હોદ્દેદારો - પદાધિકારીઓની સંયુકત રજૂઆતને મળી સફળતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજય કૃષિમંત્રી આર.સી.ફળદુ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી દ્વારા ગુજરાત રાજય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ.

આ તબ્બકે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેનિંગ મશીન વસાવાની વ્યસ્થા અંગે રજુઆત કરવામાં આવેલ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલ એ રજુઆતને સ્વીકારી જામનગરની જનતાના હિત અર્થે અંદાજે રૂ. ૮.૫ કરોડ ના ખર્ચે ૧૨૮ સ્લાઈડની અદ્યતન સીટી સ્કેનિંગ મશીનની ત્વરિત ફાળવણી કરેલ.

ગુજરાત રાજય સરકારની સંવેદનશીલ નિર્ણયને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજય કૃષિમંત્રી આર.સી.ફળદુ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો / પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત સૌ કોઈ એ આવકારેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:03 pm IST)