Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ફોનમાં મેસેજ વાત કરવાની ભાઇને ખબર પડી જતા નાની રાફુદળની કિશોરીએ ફાંસો ખાઇ લીધો

હાપા ગામનો ગરબી ચોક પચાવી પાડવાની પેરવી સામે આઘેડે આપઘાત કર્યો

જામનગર, તા.૨૯: લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે મેઈન બજારમાં રહેતા જેન્તીલાલ મનજીભાઈ સોનગરા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રીઘ્ધીબેન જેન્તીલાલ સોનગરા, ઉ.વ.૧૬, તેના મોબાઈલ ફોન પર કોલ તથા મેસેજ થી વાતચીત કરતી હોય જેની જાણ તેના ભાઈ હિરેનને થઈ જતા તેણે આ બાબતની વાત તેના કાકા હિતેશને કરેલ હોય તેમજ અગાઉ પણ રીઘ્ધી ને મેસેજ તથા કોલ આવતા હોય જેની તેમને ખબર પડી ગયેલ હોય જેના કારણે રિઘ્ધીએ પોતાના ઘરે કોઈ ન હોય તે વખતે મકાનમાં રૂમની છત હુકમાં સાડીનો છેડો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

હાપામાં આવેલ હનુમાનની ડેરી પાસે રહેતા દિનેશ હરીભાઈ છૈયા ઉ.વ. ૩૦ એ પંચ એ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તેમના પિતા હરીભાઈ વાલાભાઈ છૈયા ઉ.વ. પર વાળાને આરોપીઓ ભનાભાઈ રાણાભાઈ તથા વનરાજભાઈ ગામનો ગરબી ચોક પચાવી પાડવા માંગતો હોય જે હરીભાઈથી સહ નહી થતાં પોતાની રીતે ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી નાકા પાસે, મયુરી ભજીયા દુકાન પાસે, દિલીપ ચંદુભાઈ નાગદેવ, રે. જામનગરવાળો દારૂની બોટલ નંગ–૧ કિંમત રૂ.પ૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોરધનપર ગામ ગ્રીનવીલા ટાઉનશીપમાં ગેઈટ પાસે રોડ પર  જયેશકુમાર ઉકાભાઈ ડાંગર, દારૂની બોટલ નંગ–૧ કિંમત રૂ.પ૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

છાતીમાં દુઃખાવાથી મોત

અહીં બાઈની વાડી, ખોડીયાર પાન સેન્ટર પાસે રહેતા જગદીશભાઈ વાલજીભાઈ સોલંકી, ઉ.વ.પ૪, એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  લાલજીભાઈ વાલજીભાઈ સોલંકી, ઉ.વ.૪૧, રે. બાઈનીવાડી, ખોડીયાર પાન સેન્ટર, જામનગરવાળા ને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં આર્મી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ મૃત્યુ પામેલ છે.

(12:59 pm IST)