Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગોંડલના મોટી ખીલોરી ગામે બાઇક ચાલકે માસૂમ બાળકને હડફેટે લેતા મોત

શ્રમિક પરિવાર છેલ્લા આઠ વર્ષથી મોટી ખીલોરીમાં ખેતી કામ કરતુ હતુ માસુમ બાળકનું અકાળે નિધન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૯: મોટી ખીલોરી ગામે વિશાલભાઈ પેથાભાઇ બોઘાણીની વાડીએ ખેતીકામ કરતા મૂળ એમપીના ભગવાનપુરા તાલુકાના વડાલી ગામના સુખલાલ મહેન્દ્રસિંહ ડોડવે (ઉંમર વર્ષ ૩૫) નો પુત્ર રોહિત (ઉ.વ. ૪) ને કોઈ અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ઘ પોલીસે આઈપીસી કલમ ૨૭૯ ૩૦૪ તથા એમવીએકટ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કમરકોટડા ગામે જુગાર  રમતા ૮ ઝડપાયા

કમર કોટડા ગામે મુકેશ ઉમેદભાઈ ગોસાઇના રહેણાક મકાનમાં તાલુકા પોલીસના રૈયાભાઈ ખીંટ, શકિતસિંહ જાડેજા, પ્રવીણભાઈ મકવાણા, સહિતનાઓએ દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક મુકેશ ઉમેદભાઈ ગોસાઈ, રસિક ગોવિંદભાઈ સાકરીયા, કિરીટ ગાંડુભાઈ સાકરીયા, વિપુલ બાબુભાઈ સાકરીયા, અમિત કિશોરભાઈ સાકરીયા, કલ્પેશ ઉર્ફે ચકો બાબુભાઈ સાકરીયા, અશોક ઉર્ફે ભોલો પાંચાભાઇ સાકરીયા, મયુર ચુનીલાલ સાકરીયા રહે બધા કમર કોટડા વાળાઓને રોકડા રૂપિયા ૧૨૧૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:37 am IST)