Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ધ્રાંગધ્રા પાસે ટ્રક - ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત : ૧નું મોત

સ્બસમાં મધ્યપ્રદેશના મુસાફરો હતા : પાંચને ઇજા : મકાનમાંથી ૧ાા લાખનો દારૂ પકડાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર દુદાપુર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત નિપજેલ છે.

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર દુદાપુર ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં કૈલાશભાઈ, તનુભાઈ, ધર્મેન્દ્ર રામચરણ સહીતનાં મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે એક વ્યકિતનું મોત નિપજેલ હતુ. ખાનગી ટ્રાવેલ્સમાં મધ્યપ્રદેશના મુસાફરો હોવાનું અને સાથે ઓળખીતા ન હોવાથી ઈજાગ્રસ્તો કે મૃતકનું નામ જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પીટલ-ધ્રાંગધ્રા ખાતે ખસેડવામાં આવેલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી પોલીસે ટ્રાફિક હળવો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા સીટી પોલીસે હાઉસીંગ બોર્ડમાં રહેતા રફિક મુસાભાઈ બાબરીયાના કબજાવાળા રહેણાંક મકાનમાં દરોડો પાડતા તલાશી દરમિયાન રૂ. ૧,૬૫,૦૦૦ ની કિંમતની વિવિધ બ્રાન્ડની અંગ્રેજી દારૂ ની ૩૩૦ બોટલ, તથા ૭૫ લીટર દેશી દારૂ મળી આવેલ હતો. પોલીસે ૧,૬૬,૫૦૦નો મુદામાલ કબજે કરીને રફિક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.

(11:34 am IST)