Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જામનગરમાં ટ્રક-આઇસર વચ્ચે ટક્કર : ૨ના મોત

વહેલી સવારે ઠેબા ચોકડી પાસે દુર્ઘટના સર્જાઇ : મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

(મુકંુદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૯ : જામનગરની ઠેબા ચોકડીએ ટ્રક અને આઇસર વચ્ચે ટક્કર સર્જાતા ૨ વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

જામનગરના કાલાવડ બાયપાસ નજીક આવેલ ઠેબા ચોકડી પાસે બંધ ટ્રકમાં આઇસર ટકરતા અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ૫ વાગ્યે થયેલા ગમખ્વાર અકસ્માત અંગેની જાણ થતાં જ ૧૦૮નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા પોલીસ ને જાણ કરી મૃતદેહને પી.એમ.માટે ખસેડયા હતા.(તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:31 am IST)