Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એક જ દિવસમાં અયોધ્યા રામમંદિર માટે ૩ કરોડની રકમની નોંધણી

રાજકોટ તા. ર૯ : પૂ. મોરારીબાપુએ અયોધ્યા શ્રીરામ મંદિર માટે રૂ.પ કરોડના  દાનની જાહેર બાદ ગઇકાલે ૩.પ કરોડ જેવી રકમ એકઠી થઇ ગઇ છે. એક વ્યકિતએ તો ફોન કરી જણાવેલુ કે પોતે એકલા આટલી રકમ આપે પણ જન-જનની ઇચ્છા છે. એટલે સોનું તુલસીપત્ર-એક રૂપિયો હોય સૌ રૂપિયા હોય કે લાખ હોય સ્વીકાર્ય છે.

સાથોસાથ દાનની રકમની વ્યવસ્થા વિશે કહેતા જણાવ્યું કે ભારતભરમાંથી આવતી રાશિ રાજકોટમાં જેન્તીભાઇ ચાંદ્રા સંભાળશે, જે કોઇ નિયમ મુજબ બેંક ખાતુ હોય એ મુજબ બ્રિટન, યુરોપીયન અને આફિકન દેશોમાં જે રકમ એકઠી થશે એની વ્યવસ્થા પાવનભાઇ સંભાળશે. અમેરિકા આદિ દેશોાંથી આવતો પ્રવાહ કોલંબસમાં વસતા નરેશભાઇ પટેલ સંભાળશે, બધેથી જલ્દી આ રકમ ભારતમાં એકઠી કરી રામમંદિર ટ્રસ્ટની સુચના મુજબ અર્પણ કરાશે.

સાથોસાથ આ તુલસીપત્રરૂપે રકમ એક તારીખ સુધી (૧ ઓગસ્ટ સુધી) ચાલશે કારણ કે બીજી તારીખે કથાની પૂર્ણાહુતી પર એકઠી થયેલી રકમની જાહેરાત થઇ શકે પાંચ કરોડનો મનોરથ તો  છે જ.

મહુવાના તલગાજરડા ગામે પીઠોરીયા હનુમાન મંદિરે ચાલી રહેલી કથામાં બાપુએ આ જાહેરાત કરી હતી. ખુદ બાપુ તરફથી પણ રૂ. પાંચ લાખનું દાન આપવામાં આવશે તેવું તેમણે જણાવાયું છે ત્યારે હજુ પણ આ ભગીરથ કાર્યમાં સેવાભાવી લોકો આગળ આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે અયોધ્યા રામમંદિર નિર્માણ માટે તુલસીપત્રના રૂપમાં અનુદાન માટે કોઇપણ વ્યકિત જોડાઇ શકે.

(4:05 pm IST)