Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઉપલેટામાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથીએ ઉપલેટામાં રકતદાન કેમ્પ

ઉપલેટા : સૌરાષ્ટ્રના અડીખમ ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે અહીંના સહકારી પરિવાર દ્વારા લેઉઆ પટેલ સમાજ ખાતે મહા રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે લલીતભાઇ રાદડીયા, ધારાસભ્ય લલીલતભાઇ વસોયા, હરીભાઇ (ભોલે) ઠુંમર, વલ્લભભાઇ સખીયા, નરશીભાઇ મુંગલપરા, દાનભાઇ ચંદ્રવાડીયા કિરીટભાઇ પાદરીયા, હરસુખભાઇ સોજીત્રા, બટુકભાઇ ગજેરા, ડાયાલાલ ગજેરા, ગોપાલભાઇ ઝાલાવડીયા, ભીખાલાલ ઝાલાવડીયા, મનુભાઇ સોજીત્રા, રાજશીભાઇ હુંબલ, બાબુભાઇ હુંબલ, અમીતભાઇ શેઠ, પરાગભાઇ શાહ, જગદીશભાઇ ગણાત્રા, ગોવિંદભાઇ બારૈયા, હારૂનભાઇ માલવીયા, વિનુભાઇ ઘેરવડા, વિનુભાઇ ગજેરા, નારણભાઇ આહીર સહિતના આગેવાનો ઉપરાંત રકતદાતાઓ ગામડાના સરપંચો, સહકારી મંડળીના પ્રમુખો ડીરેકટરો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહી રકતદાન કરેલ હતું. (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:32 am IST)