Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજયની શાળાઓમાં શિક્ષણ-વિદ્યા સહાયકની ભરતી પ્રક્‍યિા માટે ઓનલાઇન ફોર્મ ભરાવવા માંગ

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરને ટાટના વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત

વઢવાણ તા.ર૯ : રાજયની માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષણ તથા વિદ્યાસહાયકની ખાલી જગ્‍યા ભરવા માટે તાત્‍કાલીક જાહેરાત આપી ઓનલાઇન અરજી સ્‍વીકારવાની વ્‍યવસ્‍થા કરવા માટે ટાટના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરી છે.

ટાટના વિદ્યાર્થીઓએ જણાવેલ કે અનુદાનિત શાળાની શિક્ષણ સહાયક ભરતીનું મહેકમ ર૦૧૭માં મંજુર કરવામાં આવ્‍યું હતું પ્રાથમિક શાળાની વિદ્યાસાહાયક ભરતીનું મહેકમ પણ અગાઉ મંજુર થઇ ગયું છે. આ બંને ભરતી માટે જરૂરી એવી ટેટ ટાટની પરીક્ષા આજથી બે-ત્રણ વર્ષ પેહલા યોજાઇ હતી.

તારીખ ૧પ જાન્‍યુઆરી ર૦ર૦ એ અનુદાનીત શાળામાં શિક્ષણ મહાયકની પ૧૦૬ જગ્‍યાઓ ઉપર તેમજ વિદ્યા સહાયકની ૩૦૦૦ જગ્‍યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની હતી પરંતુ ૭ મહિના વીતવા છતા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી.

વર્તમાનમાં ગુજરાત સરકારની ભરતીઓમાં મહિલા અનામત અંગેની અસ્‍પષ્‍ટતાના કારણે તમામ ભરતીઓને સ્‍થગિત કરવામાં આવી છે. જીએડીના ૧/૮/૧૮ ના પરિપત્ર અનુસંધાને મહિલા અનામતની ગણત્રી અંગે જે પ્રશ્ન છે એ નિમણુંક માટે ફાઇનાલ મેરીટ બનાવવામં નડતરરૂપ બનતો પ્રશ્ન છે.

ભરતીના જાહેરાત આપવી. ઓનલાઇન ફોર્મ ભરાવવા ડોકયુમેન્‍ટ વેરિફિકેશન કરવુ જેવી ભરતી પ્રક્રિયાઓમાં આ પ્રશ્ન નડતર રૂપ બનતી નથી તેમજ ભરતીની જાહેરાત આપવી અને ઓનલાઇન ફોર્મ ભરાવવા જેવી પ્રક્રિયા કોરોના મહામારી વચ્‍ચે પણ થઇ શકે છે. તેમ વિદ્યાર્થી આગેવાનોએ જણાવેલ છે.

(10:31 am IST)