Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પડધરી મામલતદાર કવાડિયા સસ્‍પેન્‍ડ

કચ્‍છમાં ફરજ બજાવતા હતા ત્‍યારે કોર્ટની એક મેટર બાબતે કલેકટરનું ધ્‍યાન નહોતુ દોર્યુ

રાજકોટ તા. ૨૯ : રાજ્‍યના મહેસૂલ ખાતાએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મામલતદાર કવાડિયાને રાજ્‍ય સરકારે સસ્‍પેન્‍ડ કરતો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
અધિકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સસ્‍પેન્‍ડ કરાયેલ મામલતદાર કવાડિયા કચ્‍છમાં ફરજ બજાવતા હતા, ત્‍યારે કોર્ટની એક મેટર બાબતે કચ્‍છના કલેકટરનું ધ્‍યાન નહિ દોરતા અને કોર્ટે પણ શિક્ષાત્‍મક પગલા શા માટે ન લેવા તેવી કરેલ નોંધ બાદ રાજ્‍ય સરકારે આજે સસ્‍પેન્‍ડ કરતો હુકમ કર્યો છે.
મામલતદાર કવાડિયા સામે આ પગલાથી અધિકારીઓ - કર્મચારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

 

(3:05 pm IST)