Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગૃહમંત્રીના જોઇન્‍ટ સેક્રેટરી મીશણે પરિવારે દ્વારકાધીશના દર્શન કર્યા

મંદિર ડીવાયએસપી સારડા જોડાયા

ખંભાળિયા તા.ર૯ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના પી.એસ. જોઇન્‍ટ સેક્રેટરી તથા ૩પ વર્ષથી શિક્ષણ ગૃહ સહિતના અનેક વિભાગોમાં ખુબ જ સુંદર કામગીરી કરનાર જે.એમ.મીશણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને ચરણપાદુકાની પુજા કરી હતી.

ભગવાનના દર્શન પુજા સપરિવાર કરીને ખુબ જ ધન્‍યતા અનુભવનાર શ્રી મીશણે દ્વારકા જિલ્લામાં  કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અંગે જાણકારી પણ પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી.પુજા દર્શનની વ્‍યવસ્‍થામાં મંદિરના ડીવાયએસપી સમીર સારડા પણ જોડાયા હતા.

(2:08 pm IST)