Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વેરાવળ રેલ્‍વે પાટા પાસે જુગાર રમતા ૪ ઝડપાયા ૩ નાશી છુટયાઃ રૂા.૩૭૪૭૦ નો મુદામાલ કબજે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૯: રેલ્‍વે પાટા પાસે જાહેરમાં જુગાર રમતા ૪ને ઝડપી રૂા.૩૭૪૭૦નો મુદામાલ કબજે કરેલ હતો જયારે ત્રણ નાશી છુટતા તેનીસામે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી વેરાવળ શહેર માં પેટ્રોલીગ કરી રહેલ હો ત્‍યારે બાતમી મળતા તાલાલા નાકા હાડીવાસ પાસે આવેલ રેલ્‍વે ના પાટા ની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા  કાનજી  ભીમાભાઈ ચુડાસમા,સંજય અુમભાઈ અખીયા,કૈલાશ ઉર્ફે ભોલો ભગાભાઈ પરમાર,ધીરૂ પરસોતમભાઈ શર્મા ને રોકડા રૂા.ર૬૯૭૦ તથા મોબાઈલ નંગ ૩ રૂા.૧૦,પ૦૦ કુલ રૂા.૩૭૪૭૦ સાથે ઝડપી પાડેલ હતા દરોડા દરમ્‍યાન ભાવેશ મુળજીભાઈ ચુડાસમા,ગૌતમ રમાભાઈ પરમાર,કમલેશ ગોવિંદભાઈ પરમાર નાશી છુટતા તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:59 pm IST)