Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગરમાં ભાગ્‍યલક્ષ્મી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા નોટબુક વિતરણ

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઉપયોગી બનવા માટે ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિનામુલ્‍યે ફુલસ્‍કેપ ચોપડા અને નોટબુકનું વિતરણનો કાર્યક્રમ સંસ્‍થાના ચેરમેન ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) અને શહેર ભાજપ અઘ્‍યક્ષ ડો.વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. વોર્ડનં.૧પ અને ૧૬માં સિઘ્‍ધિ વિનાયક પાર્ક અને શાલીગ્રામ હોસ્‍પિટલ ચોક, રણજીત સાગર રોડ ખાતે નોટબુક વિતરણના કાર્યક્રમમાં શહેર ભાજપના અઘ્‍યક્ષ ડો.વિમલભાઈ કગથરાએ વર્તમાન સમયમાં શિક્ષણમાં વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે જરૂરી એવી નોટબુક વિતરણ અને ચોપડા વિતરણ કરીને શિક્ષણને વેગ આપે છે જે બદલ તેમને અભિનંદન આપ્‍યા હતા. ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા)એ વોર્ડનં.૧પ અને ૧૬ના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા વેપારીઓ સાથે સિઘ્‍ધો સંવાદ કરેલ હતો અને શિક્ષણની સાથે-સાથે રમત-ગમત પ્રવૃતિમાં પણ રસ રાખવા અપીલ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં માર્ગદર્શન આપવા તત્‍પરતા દાખવી હતી.આ વિસ્‍તારમાં વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ ચોપડા અને નોટબુક વિતરણના કાર્યક્રમમાં કોર્પોરેટરો પાર્થ કોટડીયા, ભારતીબેન ભંડેરી, ગીતાબા જાડેજા, વિનોદભાઈ ખીમસુર્યા, હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જેન્‍તીભાઈ ગોહિલ, પુર્વ કોર્પોરેટર મહાવિરસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયા, વોર્ડ પ્રમુખ ધનજીભાઈ કછેટીયા, જયેશભાઈ ઢોલરીયા, હસમુખભાઈ રાવલીયા, યોગેશભાઈ ભટ્ટ, અશોકભાઈ ભંડેરી, શૈલેષભાઈ કુબાવત, કુલદિપસિંહ જાડેજા, ધવલસિંહ સોઢા, મોહનભાઈ પરમાર, દિવ્‍યરાજસિંહ જાડેજા, દેવસીભાઈ વાઘ, હિતેષભાઈ, વિજયસિંહ ગોહિલ, એમ.ડી.મકવાણા, અનીલભાઈ રામાણી, અર્જુનસિંહ રાઠોડ, ગૌતમભાઈ ડોબરીયા, હસમુખભાઈ સંઘાણી, ચિરાગભાઈ અસ્‍વાર, ગણેશભાઈ રામાણી, જનકભાઈ ગઢવી, ગોપાલભાઈ પરમાર, સંજયભાઈ પટેલ, જીતુભા જાડેજા, રાજુભાઈ ડાભી, નવનીતભાઈ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્‍થિત રહયાં હતા

(1:43 pm IST)