Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદરના દરિયામાં ચોમાસાનો કરન્‍ટઃ ૩ નંબરનું સિગ્નલ યથાવત

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. દરિયામાં ચોમાસાનો કરન્‍ટ આવી ગયેલ છે દરિયાકાંઠે મોંજાનું જોર વધ્‍યું છે.

બંદર કાંઠે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી રૂપ ૩ નંબરનું સિગ્નલ આજે બીજે દિવસે ચાલુ રાખવામાં આવ્‍યું છે.

દિવસ દરમિયાન ધુપછાંવ અસહય ઉકળાટ રહે છે. ઉકળાટ રહે છે. ખંભાળા જળાશય તથા શહેરના જળાશય વિસ્‍તારમાં છાંટા પડયા હતા એરપોર્ટ હવામાન કચેરીએ પોરબંદર વરસાદ ૦.૦૪ મી. મી. નોંધ્‍યો છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૩.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ર૮.પ સે.ગ્રે. ભેજ ૭૬ ટકા હવાનું દબાણ ૧૦૦ર,ર એચ. પી. એ. સૂર્યોદય ૬.૧૧ તથા સૂર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે.

(1:28 pm IST)