Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદર કીર્તિમંદિર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ

પોરબંદર : જુનાગઢ રેન્‍જ ડીઆઇજી મનીદર પ્રતાપસિંહ પવારના માર્ગદર્શન મુજબ આગામી અષાઢી બીજ નિમિતે કિર્તિમદિર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સમસ્‍ત ખારવા સમાજ તરફથી આયોજીત રામદેવપીરની શોભાયાત્રા શાંતિપુર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે. તેમજ કોરોનાનું સંક્રમણ ના ફેલાય અને બંદોબસ્‍ત ફરજ પરના તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સહયોગી દળોના કર્મચારીઓ શોભાયાત્રાના રૂટથી તેમજ પોતાના ફરજ પરના સ્‍થળ અને આજુબાજુની પરિસ્‍થિતિથી વાકેફ થાય. જેથી શોભાયાત્રા દરમિયાન બંદોબસ્‍ત વ્‍યવસ્‍થ્‍તિ રીતે જળવાય રહે જે અનુસંધાને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા તથા નાયબ પોલીસ અધિાક આર.એન.રાઠવા તથા કીર્તિમંદિર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.પી પરમાર તથા એસ.ઓ.જી. પી.આઇ. શ્રી કે.આઇ.જાડેજા તથા ઇન્‍ચાર્જ એલસીબી પીઆઇ એસ.બી.ધાંધલ્‍યા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી તેમજ પોલીસ સ્‍ટાફના  સાથે ખારવા પંચાયત મંદિરથી નવાપાડા ચોકી શીતલા ચોક, માણેક ચોક થઇ કસ્‍તુરબા ગાંધી રોડ, બંદર રોડ, પાલાવાડા ચોક સુધી રામદેવપીરની શોભાયાત્રાના રૂટ વિસ્‍તારમાં પોલીસ સ્‍ટાફ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવેલ. શોભાયાત્રાના રૂટ પર આવેલ તમામ દુકાનો તથા રહેણાંક મકાનો પર હાજર જવાબદાર વ્‍યકિતને શોભાયાત્રા વિસ્‍તારમાંથી પસાર થાય તે વખતે શાંતીપુર્વક દેવ-દર્શન કરે, તેમજ દર્શન સમયે વધુ ભીડ ન કરે તથા રૂટ પર કોઇ વાહન કે માલ સામાન રસ્‍તા પર શોભાયાત્રાને અવરોધ રૂમ ન રહે તેમજ શેરી-ગલીના નાકે ટોળા નહી વળવા સમજ કરવામાં આવેલ હતી. ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્‍યું તે તસવીરો.

(11:40 am IST)