Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

થાનગઢ પાલિકાના કામોને લઇને ઉપવાસ આંદોલન

ગટર પીવાનું પાણી અને કચરાના ઢગલા જેવા પ્રશ્‍નો લઇ લોકોની રાવ : પીવાનું પાણી દુર્ગંધ વાળું પાણી હોવાથી રોગચાળાનો ભય

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૯ : સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલા પાસે આવેલ થાનગઢ માં આવેલ વોર્ડ નંબર ૪ અને ૫ માં રોડ રસ્‍તા ગટર અને પીવાના પાણીના  પ્રશ્‍નો હાલ જનરલ બોર્ડની મિટિંગમાં રજુ કરવામાં આવ્‍યા હતા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણના આવતા હાલ લોકો દ્વારા થાનગઢ નગર પાલિકા માં ઉપવાશ આંદોલન પર ઉતર્યા છે જેમાં એક  વિકલાંગ વ્‍યકિત જેને સારુ પાણી પીવા માટે નથી મળતું અને તે બહાર ભરવા માટે પણ જઇ શકે તેમ નથી તેથી તે નગર પાલિકા ના  ગ્રાઉન્‍ડ માં ઉપવાશ આંદોલન પર બેઠા છે આજ ઉપવાશ આંદોલનનો બીજો દિવશ છે છતાં હજુ સુધી કોઈ અધિકારી કે પ્રમુખ આ આંદોલન કરનારના  પ્રશ્‍નોનું પૂછવા પાણી નથી આવ્‍યા.

ચોટીલા પાસે આવેલ થાનગઢ ગામે હજુ થોડા સમય પહેલા થાનગઢ નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડ ની મીટીંગ માં થાનગઢ ની પ્રજાજનો હલાબોલ કરી એમની સમસ્‍યા નગરપાલિકા સમક્ષ રજૂ કરી હતી જેનો હજુ સુધી કોઈ પ્રતિઉત્તર ના મળતા લોકો ને ફરી એકવાર નગર પાલિકાના દરવાજા ખખડાવાની જરૂર પડી છે થાનગઢ તાલુકા ના મારૂતીનંદન સોસાયટી વિસ્‍તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ જવાની અને  આ ગંદુ પાણી પીવાના પાણીને ભળી જતા દુષિત પાણી મળતું હોવાથી લોકોને બીમારીનો ભય ને ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી ફરિયાદ લઇને નગરપાલિકા રજુવાત કરીશ હોવા છતાં કઈ નગર પાલિકા દવરા કોઈ નિરાકરણના મળતા નગરપાલિકા   વિરૂદ્ધ લોકોને ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી છે.આ બાબતે મીટીંગ દરમ્‍યાન લોકો ને બે દિવસમાં નિરાકરણ કરવાના જૂઠા વાયદાઓ આપવામાં આવ્‍યા હતા જે બાબતે હજુ કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા જોવા મળી નથી .અનેક વાર રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા લોકોને દિલાસા સિવાય કંઈ જ આપવામાં આવતું નથી અને એમની સમસ્‍યા નુ જલ્‍દી થી નિરાકરણ લાવવા લોકો એ માંગ કરી હતી.

(11:31 am IST)