Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા ઓબીસી ડીપાર્ટમેન્‍ટમાં હોદેદારોની વરણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૯ :.. જિ. કોંગ્રેસ ઓ. બી. સી. દ્વારા તાલુકા અને શહેર કોંગ્રેસ ઓ. બી. સી. પ્રમુખોની નિમણુક અમરેલી જિલ્લા કોંગ્રેસે સમિતિ પ્રમુખ ડી. કે. રૈયાણીના પ્રમુખ સ્‍થાને કરાઇ હતી.

આ ઓ. બી. સી. પ્રદેશ કાર્યકારી પ્રમુખ મુકેશભાઇ દેથલીયા, પ્રદેશ મહામંત્રી વાજસુરભાઇ વાળા અમરેલી જિ. કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પેડીયા, નારણભાઇ બી. મકવાણા શ્રી રવજીભાઇ મકવાણા ચિતલ મનિષભાઇ ભંડેરી, દિલીપભાઇ વાદાણી બાબરા, નિતીનભાઇ ગોંડલીયા ઉપસ્‍થિત રહેલ. ડી. કે. રૈયાણી, બાબરા તાલુકા કોંગ્રેસ ઓ. બી. સી. પ્રમુખશ્રી ચનાભાઇ બી. સાકરીયા મોટા કુંકાવવા તાલુકા પ્રમુખ મધુભાઇ જગાભાઇ સુસરા લાઠી તાલુકા વિપુલભાઇ પરમાર, દિપકભાઇ એન. પરમાર, અમરેલી તેમજ તાલુકા અને શહેર પ્રમુખો નિમણુક આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિ. કોંગ્રેસ ઓબીસી પ્રમુખશ્રી રમેશભાઇ ગોહીલ મહામંત્રી દિલીપભાઇ બસીયા, જગદીશભાઇ ડાભી માડાવાવાળ કાળુભાઇ ગોહીલ વરૂડીએ જહેમત ઉઠાવેલ હતી.

(11:31 am IST)