Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢમાં ડુંગરપુર ગામે વીજ લાઇનનો કરંટ લાગતા યુવાનનું મોત

વીરડી ગામની પરિણીતાનું

ઝેર પીતા મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢના ડુંગરપુર ગામે વીજ લાઇનનો કરંટ લાગતા એક યુવાનનું મોત થયું હતું.

જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે રહેતા ૪૦ વર્ષીય હુસેનભાઇ અહમદ શેખ સોમવારે ડુંગરપુર ગામે ભંગારની દુકાને ટ્રકના લોખંડનો પાઇપ ચડાવતા હતા.

ત્‍યારે ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઇનને પાઇપ અડી જતા તેમાંથી વીજ કરંટ લાગવાથી હુસેનભાઇનું મૃત્‍યુ નિપજ્‍યુ હતું.

ઝેરી દવા પીતા મોત

માળીયા હાટીના તાલુકામાં વીરડી ગામની ૨૫ વર્ષીય પરિણીતા વર્ષાબેન વિક્રમભાઇ ખાણીયાનું ભુલથી ઝેરી દવા પીવાથી મૃત્‍યુ થતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(11:30 am IST)