Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢના દોલતપરામાં પાંચ મહિલા જુગાર રમતા પકડાઇ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢના દોલતપરામાંથી પોલીસે પાંચ મહિલાને જુગાર રમતા પકડી પાડી રૂા. ૧૦,૪૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

અહિંના દોલતપરામાં આવેલ મસ્‍તરામ મંદિર પાછળ જાહેરમાં રમાતો જુગાર પોલીસે પકડી પાડયો હતો.

એ ડીવીઝન પોલીસ કાર્યવાહીમાં નાથી બેન શૈલેષભાઇ કાનાબાર, કાંતાબેન ભીખુભાઇ મકવાણા, જાગુબેન રાણાભાઇ જાદવ,  જયાબેન નારંગગીરી મેઘનાથી એન દક્ષાબેન હરદાનભાઇ માંધણને જુગાર રમતા પકડી પાડવામાં આવી હતી.

જ્‍યારે માળીયામાં ખોરાસા ગામેથી ચોરવાડ પોલીસે કાના, વિરા ચાવડા, જગદીશ પુંજાભાઇ મકવાણા અને અતુલ મનસુખ ખાનપરને રૂા. ૩૦૬૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

(11:17 am IST)