Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબીમાં સિવણ કેન્‍દ્ર ખુલ્‍યું

મોરબીઃ ગંગા સ્‍વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા વધુ એક સિવણ કેન્‍દ્ર ખુલ્લું મૂકવામાં આવ્‍યું છે. ગંગા સ્‍વરૂપ સહાય સમિતિના અધ્‍યક્ષ અને પી.જી. પટેલ કોલેજના સુપ્રીમો એવા દેવકરનભાઈ આદ્રોજા અને તેમના ધર્મ પત્‍ની હસ્‍તે દિપ પ્રાગટય કરીને આ સિવણ કેન્‍દ્ર ખુલ્લું મૂકાયું હતું. આ તકે ગંગા સ્‍વરૂપ સહાય સમિતિના સભ્‍યો ટી.સી. ફૂલતરિયા બાલુભાઈ કડીવાર અને વિનુભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. સંચાલિકા હેતલબેન ભટ્ટ અને અન્‍ય લોકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે દેવકરનભાઈએ કહ્યું કે, આર્થિક નબળા વર્ગના અને વિધવા બહેનોની દીકરીઓને પગભર બનાવવા માટે આ સેવા કાર્ય કરવામાં આવે છે. સિવણ કેન્‍દ્રનો પ્રારંભ થયો તે તસ્‍વીર.

(10:56 am IST)