Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ગોંડલના બાંદરામાં પુષ્‍ટિ સિધ્‍ધાંત અભિયાન અંતર્ગત પ્રવચન કાર્યક્રમ યોજાયો

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ર૯ :.. બાંદરા ગામે લેઉવા પટેલ સમાજ ભવનમાં તા. ર૩-૬-ર૦રર ના રોજ પોરબંદરવાળા પૂ. પા. ૧૦૮ યુવા આચાર્ય શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના સ્‍વમુખે પૃષ્‍ટિ સંપ્રદાયના આદિગુરૂ અખંડ ભુમંડલાચાર્ય શ્રીમદ્‌્‌ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સિધ્‍ધાંતોના સરળ વિવરણ સાથે વેદ, પુરાણ, ગીતા, ભાગવત, સંપ્રદાયની ગીતા શ્રી આચાર્યશ્રી રચિત સોળસગ્રંથ, શિક્ષાપત્ર, ભગવદીયવાર્તા, સાહિત્‍ય, ભકતો દ્વારા કરવામાં આવેલ ભકિત તેના ફલની પુરાણો આધારીત પુરાવા સાથે શ્રી મહાપ્રભુજીએ બતાવેલ સેવા ભકિત, પ્રભુના દ્રઢ વિશ્વાસ, અનન્‍યતાના ફળ, કલિકાલમાં મનુષ્‍યજીવનમાં સરળ ભકિત કંઇ રીતે કરવી, સદાચાર સત્‍સંગ, સાંપ્રદાયિક સાહિત્‍ય, વાંચનનો પ્રતાપ, પ્રભુસેવા, ગૌસેવા, બાળસંસ્‍કાર, સનાતન હિન્‍દુ વૈદિક ધર્મના અલંકાર એવા માલાતિલક, ભારતીય ઋષિ પરંપરાના સાંપ્રદાયિક પોષાકની સમજ વિશે પ્રવચન આપ્‍યું હતું.
આ પ્રસંગે શીબીરનું આયોજન કરનાર બાંદરાના યુવાનો, વડીલો દ્વારા નવો પ્રભુ ભકિતનો અહેસાસ વ્‍યકત કરેલ. પ્રવચન હોલમાં શ્રી વલ્લભાચાર્યજીના જીવન ચરિત્રના સુંદર ચિત્રજી, શ્રીજી દર્શનની ઝાંખી સૌને કરાવેલ પૂજય મહારાજશ્રીએ ચિત્રજીના દર્શન કરી આયોજક અને સંચાલકોને શુભ આર્શીવાદ પાઠવ્‍યા હતાં.
ગામના અગ્રણી વૈષ્‍ણવો સહિત યુવાન ભાઇ-બહેનોએ બાઇક રેલી, પુષ્‍પવૃષ્‍ટિ, કુમકુમ તિલક, પુષ્‍પમાળા, ધોતી ઉપરણાથી ઉમળકાભેર સ્‍વાગત કરેલ શીબીર સાથે શ્રી ઠાકોરજીના ઉત્‍સવ, સાજ સજાવટ, પ્રદર્શન માટે ગામના યુવાનો સુરેશભાઇ વેકરીયા, હરીભાઇ જસાણી, દિનેશભાઇ રાણપરીયા, દામજીભાઇ મર્જીદી, ભાદાભાઇ, વિઠલભાઇ ધડુકને તનુજા સેવાથી સહયોગ આપેલ આવા પ્રસંગને દિપાવવા બદલ સૌને આપશ્રીએ આશીર્વાદ પ્રદાન કરેલ છે.

 

(10:55 am IST)