Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કચ્છના રાપર પાસે ગેસ ટેન્કરમાં લઈ જવાતો અધધધ ૫૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ટેન્કર ચાલક સહિત અન્ય શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા

(ભુજ) લોકડાઉન પછી અનલોક દરમ્યાન દારૂના પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો હોલસેલમાં દારૂ મંગાવી રહ્યા છે. ગુજરાતમાં દારૂ બંધીની મજાક ઉડાડતા બુટલેગરો કેટલા બિન્દાસ છે, તે હકીકત કચ્છના વાગડના સરહદી વિસ્તારમાંથી ઝડપયેલ દારૂનો વિક્રમી જથ્થો દર્શાવે છે.

રાપર અને આડેસર પોલીસે ભીમાસર અને ખેડુકા વાંઢ પાસેથી એલપીજી ગેસ ટેન્કરમાં ભરેલી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૪૫૬૦ બોટલ કિ.રૂ. ૨૩,૭૧,૨૦૦ અને મેકડોવેલ વ્હીસ્કીની ૮૭૦૦ બોટલ કિ.રૂ. ૩૨,૬૨,૫૦૦ બન્ને મળી કુલ ૫૬ લાખ ૧૩ હજાર ૭૦૦ રૂ.નો વિદેશી દારૂ તેમ જ ૨૦ લાખનું ટેન્કર મળીને કુલ ૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કિસ્સામાં ટેન્કર ચાલક સહિત અન્ય શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા હતા. જોકે, કચ્છમાં આઈજી સુભાષ ત્રિવેદીની કડકાઈના કારણે ગેરકાયદે ધંધાઓ ઉપર લગામ કસાઈ છે.

 

(5:44 pm IST)