Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સરા ઉ.પ્રા.શાળા-૩ ના ૧૨૫ વિદ્યાર્થીઓ એક બાલ એક વૃક્ષ સુત્ર સાર્થક કરશે...

મૂળી તાલુકાના સરાગામે આવેલ ઉ.પ્રા.શાળા -૩મા લાઇફ સ્કીલ બાળમેળા દરમ્યાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિ ઓસાથે જીવનના પડકારો ઝીલવા અને વિદ્યાર્થીઓમા રહેલી કલા બહાર લાવવાની પ્રવૃતિઓ સાથે શાળાના આચાર્ય મહેશભાઇ અને શિક્ષકસ્ટાફે વિદ્યાર્થીઓને એક બાલ એક વૃક્ષના સુત્રને સાર્થક કરવા વૃક્ષોના કારણે લીલોતરી વધતા વાતા વરણ ઠંડુ બને અને વૃક્ષના પર્ણો પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા દ્વારા હવાને શુધ્ધ કરે છે તેમજ જાત જાતના ફળો આપે છે વૃક્ષ ના થડ અને પાંદડા જુદી જુદી ઓષધિઓમા ઉપયોગી બનતા આપણા જીવનમા વૃક્ષોનુ મહત્વ સમજાવી આપણે વૃક્ષો વાવી તેનુ જતન કેમ કરવુ તે માટે વિદ્યાર્થીઓને પુરૂતુ માર્ગદર્શન આપી એક બાલ એક વૃક્ષ સુત્ર સાર્થક કરતા ઉ.પ્રા. શાળા -૩ મા અભ્યાસ કરતા ૧૬૫ જેટલા વિદ્યાર્થી ઓને કણઝી ગુંદા લીમડો જેવા છાંયો આપે તેવા રોપા દરેક વિદ્યાર્થીઓને ઘરે અથવા ખુલ્લી જગ્યાએ પોતાના વાડી ખેતરમા વૃક્ષોરોપણ કરી એક બાલ એક વૃક્ષનુ સુત્ર સાર્થક કરવાની પ્રવૃતિ અન્ય શાળાઓ અને યુવાનોને પ્રેરણારૂપ બનશે શાળાના વિદ્યાર્થીઓએ કરેલા વૃક્ષારોપણ બાદ તેનુ જતન કરી અમુક સમયે વૃક્ષનો કેટલો વિકાસ થયો તેનો ફોટો પાડી શાળામા બનાવેલ વૃક્ષમિત્ર વોટસપ ગૃપમા મોકવા જણાવતા રોપ માથી ધટાદાર વૃક્ષ બનાવવા વિદ્યાર્થીઓની મહેનત સાથે વાલીઓ પણ જહેમત ઉઠાવતા આવનારા દિવસોમા ઉ.પ્રા.શાળા પરિવારની વૃક્ષો વાવવાની મહેનત ખરેખર રંગ લાવશે...

(1:18 pm IST)