Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોશીત્રામાં જુગાર રમતા ૭ ઝડપાયા

ખંભાળીયા તા ૨૯  :  એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી એમ.ડી. ચંદ્રાવાડીયા સા.નાઓને સુચના કરેલ જેથી એલ.સી.બી. ના પો.ઇ. વી.એમ. ઝાલા, તથા એલ.સી.બી. ના સ્ટાફ ઓખા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમીયાન એલ.સી.બી. ના પોલીસ હેડકોન્સ. અરજણભાઇ મારૂ અને અજીતભાઇ બારોટને બાતમી મળતા પોશીત્રા ગામની સીમમાં ડાભણી સીમમાં ટેકરી ઉપર  જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીન પતી રોન-પોલીસ નામનો જુગાર રમતા ૭ ઇસમોને રોકડા રૂા૧૮,૦૯૦/- તથા મોબાઇલ -૪ કિ. રૂ.૨૦૦૦/- કુલ રૂા ૨૦,૦૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો રેકર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં આમદ ઉમરભાઇ ચાવડા મુસ્લીમ, ઉ.વ.૪૨, રહે. પોશત્રા સીમ વિસ્તાર, ડાભણી સીમ, તા. દ્વારકા, મનસુખ જાદવજીભાઇ જોશી, અબોટી બ્રાહ્મણ ,ઉ.વ.૪૫, રહે. પોશીત્રા ગામ વાડી વિસ્તાર તા. દ્વારકા, વલીમામદ ઉમરભાઇ ચાવડા મુસ્લીમ, ઉ.વ.૫૦, રહે. પોશીત્રા, ડાભણી સીમ, તા.દ્વારકા, ભાયા ઘેલાભાઇ મોવર ગઢવી, ઉ.વ.૩૮, રહે. મીઠાપુર તા. દ્વારકા, જી. દેવભૂમિ દ્વારકા, એલીયાસ મામદ સીદી સંધી, ઉ.વ. ૩૧, રહે.આરભંડા સીમ, ગાયત્રીનગર,તા. દ્વારકા,  આારીફ વલીમામદ ચાવડા મુસ્લીમ, ઉ.વ. ૨૪, રહે. પોશીત્રા સીમ વિસ્તાર, ડાભણી સીમ, તા. દ્વારકા, વિશાભા થોભણભા જગતીયા જાતે  હિ.વા., ઉ.વ.૩૮, ધંધો ખેતી, મુળવેલ ગામ, તા. દ્વારકા સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઇ. શ્રી એમ.ડી. ચંન્દ્રાવાડીયા સાહેબની સુચનાથી પી.એસ.આઇ. વી.એમ.ઝાલા, એ.એસ.આઇ.ભરતસિંહ જાડેજા, અરવીંદભાઇ નકુમ, બીપીનભાઇ જોગલ, હે.કો. અરજણભાઇ આહીર, અનીતભાઇ બારોટ,મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, કેશુરભાઇ ભાટીયા, દેવશીભાઇ ગોજીયા, જેસલસિંહ જાડેજા, બોઘાભાઇ કેશરીયા, ભરતભાઇ ચાવડા, પો.કો. સહદેવસિંહ જાડેજા, વિશ્વદીપસિંહ જાડેજા હસમુખભાઇ કટારા, મહેન્દ્રસિંહ જાડેજા, હે.કો.ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરસીભાઇ સોનગરા વિગેરે સ્ટાફે કરેલ છે.

(1:17 pm IST)