Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જુનાગઢ કોંગ્રેસમાં ટીકીટ વાંચ્છુઓનો ફાટયો રાફડો ! CA-વકીલો-તબીબો-યુવાનોએ ટીકીટો માંગતા અચરજ !

પ્રદેશ નિરીક્ષકો વસાવડા, મેરજા, બ્લોચ ત્થા જોશીને પણ આશ્ચર્યઃ ૧ર કલાક સુધી મુરતીયાઓને સાંભળવામાં આવ્યા : વોર્ડવાઇઝડ લીસ્ટ તૈયાર કરીને ડેટા તૈયાર કરાશેઃ ત્રણ ર૩ વર્ષીય યુવકે પણ કોંગ્રેસની માંગી ટીકીટ

 

જુનાગઢ : સરદાર પટેલ ડે સ્કુલ, જુનાગઢ ખાતે મહાનગરપાલિકા ચૂંટણી અન્વયે પ્રદેશ નિરિક્ષકો, ડો. વસાવડા, ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, એમ. કે. બ્લોચ, મહીલા કોંગ્રેસ મંત્રી કલ્પનાબેન જોષીએ ઉમેદવારોની પસંદગી અંગે સેન્સ લેવાની કાર્યવાહી કરવામાં આવી, જુદા જુદા વોર્ડમાંથી આશરે ૪૦૦ જેટલા દાવેદારોએ રજૂઆત કરેલ હતી, જે અંગે શહેર કોંગ્રેસ સમિતિ જુનાગઢ પ્રમુખ વિનુભાઇ અમિપરાની યાદીમાં જણાવેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જુનાગઢ તા. ર૯ : ગઇકાલે જુનાગઢ મહાનગરપાલીકાની ચૂંટણીને અનુલક્ષીને સરદાર પટેલ વિદ્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો ડો. હેમાંગ વસાવડા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મહમદહુશેન બ્લોચ તથા કચ્છ મહિલા કોંગ્રેસના કલ્પનાબેન જોષીએ ટીકીટ વાંચ્છુઓ માટેની સેન્સ લીધી ત્યારે કોંગ્રેસમાં જવલ્લેજ જોવા મળતી પરિસ્થિતિનું નિર્માણ થતા બે ઘડી પ્રદેશ નિરિક્ષકો પણ આશ્ચર્ય પામ્યા હતા. જુનાગઢના ચાર્ટડ એકાઉન્ટન્ટો, વકીલો, તબીબો, સામાજીક સંસ્થાના અગ્રણીઓ ત્થા તરવરીયા યુવાનોએ ટીકીટો માંગવા ધસારો કરતા ૧ર કલાક સુધી મુરતીયાઓને સાંભળવા પડયા હતા.

પ્રદેશ નિરિક્ષકો એટલા માટે આશ્ચર્ય પામ્યાનું મનાય છે. કે ઉજળીયાત વર્ગ પણ મોટી સંખ્યામાં ટીકીટ માંગણીમાં જોડાયો હતો કોંગ્રેસની ટીકીટ માટે જોરદાર ધસારો જોવા મળતા મોડી રાત્રી સુધી સેન્સ લેવાઇ હતી અને એક કમીટીનું ગઠન કરીને વોર્ડવાઇઝ ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરવુ પડયું હતું  હવે કોંગ્રસને વફાદારો શંકાસ્પદો અને કોંગ્રેસના સીનીયર આગેવાનોનું અલગ-અલગ લીસ્ટ તૈયાર કરવામાં આગેવાનો જોતરાયા છે.

જુનાગઢમાં આગામી ચુંટણી માટે કોંગ્રેસમાં જબરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વકીલો, તબીબો, ચાર્ટડ એકાઉન્ટન્ટો, એમ.બી.એ, બીબીએ થય.ેલા યુવાનો, સામાજીક સશ્રંસ્થાઓ મારફત લોકોની સેવા કરતા સામાજીક અગ્રીણીઓ, નિવૃત ઇજનેરો, અધિકારીઓ પણ ટીકીટની માંગણીમાં જોડાતા કાંઇક અલગ પરિસ્થિતિ તથા રાજકીય સ્થિતિનું નિર્માણ થયાનું કોંગી નિરીક્ષકોનું માનવું છે.

કોંગ્રેસની ટીકીટ માંગણીઓ માટે ઘણા તદ્દન નવા ચહેરાઓ, ર૩ વર્ષના ત્રણેય ફુટડા યુવાનો પણ જોડાતા નિરીક્ષકોએ તમામ પરિસ્થિતિ ડેટા, તપાસ વિગેરેનું ધ્યાન રાખીને આગળ વધવાનું નકકી કર્યાનું જાણવા મળે છે.

જુનાગઢમાં અમુક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓએ પણ કોંગ્રેસ વતી ચુંટણી જંગમાં ઝુકાવવા માટેની તૈયારી દાખવતા આ વખતની ચુંટણી રસાકસીનો જંગ બને તેવા નિર્દેશો પણ મળી રહ્યા છે.

(1:14 pm IST)