Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાજયમંત્રી હસ્તે જી.ડી.શાહ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન

જામનગર :  એચ.જી શાહ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત જી.ડી. શાહ શાળા જામનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મંત્રીશ્રીના હસ્તે બાળકોને રોકડ પુરસ્કાર, ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, તેમજ શાળાના વિવિધ વિભાગમાંથી આદર્શ શિક્ષક એવોર્ડ પણ અર્પિત કરાયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારનો સમન્વય જ સમાજના જ્ઞાનનો દિપ ઉજ્જવળ કરી શકે છે અને શાળા તેનું માધ્યમ છે.

આ પ્રસંગે મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, ટ્રસ્ટી જીતુભાઇ શાહ, ખજાનચી રાજુભાઇ શાહ, તેમજ શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:12 pm IST)