Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધોરાજીમાં જળસંચયના પ્રણેતા શામજીભાઇ અંટાળાની શુભેચ્છા મુલાકાત : પાણી બચાવો સહિતની ચર્ચા

ધોરાજી તા.૨૮ : જળસંચયના પ્રણેતા શામજીભાઇ અંટાળાના નાનપણના મીત્રો એવા હાજી ઇબ્રાહીમ સુપેડીવાલા શેઠ જેઓ મુંબઇ સ્થાયી થયેલ છે. બીજા મિત્ર એવા રાજવી પરિવારના ગુજરાત રાજયના લોકસાહિત્યના પ્રમુખ પુજાવાળા દરબાર સાંથલી (ભુખલી) સ્ટોર વાળા અને પુર્વ ડેવલોપમેન્ટ ઓફીસર દિલીપભાઇ ગેરીયા સહિતના મિત્રો ધોરાજીના શામજીભાઇ અંટાળાની શુભેચ્છા મુલાકાતે પધારેલ અને હાલ શામજીભાઇ અંટાળાની ઉંમર ૮૨ વર્ષની છે.

તેઓ ત્રણે યુવા કાળથી મિત્રો હતા અને સુખદુખમાં હંમેશા સાથે રહી સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવના હતી. બાદમાં તેઓ એ સમયથી પાણી બચાવવા અને વહી જતુ પાણી ચેકડેમો કુવા રીચાર્જ સહિત પાણી બચાવવાની પ્રવૃતિઓ કરતા અને લોકજાગૃતિ માટે તે સમયે અખબારોમાં પણ તેઓ પાણી બચાવા અંગે લેખો લખી લોકજાગૃતિના કામો કરતા બાદમાં શામજીભાઇની જળ બચાવો જળ એ જ જીવનનો સંદેશ સાત સમુદ્ર પાર પણ જોવા મળ્યો અને સમગ્ર વિશ્વમાં પાણી બચાવવાની કામગીરીને લઇને જર્મનીના મેનહેમ અને જાપાનના કોટા ખાતે વિશ્વ પાણી પરિસંઘમાં સંશોધન પત્રો રજૂ કર્યા.

કોરીયાના પત્રકારોએ ખાસ મુલાકાત લીધી અને તે સમયે દેશ વિદેશમાં પાણી બચાવવાની કામગીરીથી ખ્યાતી મેળવેલ અને બાદમાં ધોરાજી ખાતે તેમના મિત્રો હાજી ઇબ્રાહીમ શેઠ ધોરાજી આવતા શામજીભાઇ અંટાળાને ભેટી પડયા અને જૂના સ્મરણોમાં જણાવેલ કે મિત્ર મારો એ સમયે કે હું ૧૯૭૫માં જનસંઘમાંથી દિપકના નિશાન પર ચુંટણી લડયો ત્યારે પણ મારી પડખે રહ્યા અને એ સમયે પણ જળએ જીવનની વાતો થતી અને આજની યુવા પેઢીને જળ એટલે પાણીની કિંમત અંગે એક પુસ્તક લખી રહેલ છે. આ તકે રાજેશભાઇ અંટાળાએ તમામ લોકોને આવકારેલ હતા.

(11:53 am IST)