Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દેરડી(કું) કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ

મોરબી : દેરડી (કુંભાજી)ની કન્યા શાળામાં શાળા અને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તુલસી ગ્રીન ગ્રુપ-રાજકોટવાળા હરેશભાઇ ગોલ અને ભાઇ ગોલ દ્વારા તાલુકા શાળા, કન્યા શાળા અને સીમ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દેરડીના વતની દાતાશ્રી હરેશભાઇ ગોલે પંચાયત-દેરડીને સહયોગની વાત કરેલ, જેના અનુસંધાને શ્રી ચિરાગભાઇ ગોલ અને સરપંચ શૈલેષભાઇ ખાતરાએ શૈક્ષણિક કીટ અંગે ભલામણ કરેલ હતી. કાર્યક્રમ પંચાયત સદસ્ય ચિરાગભાઇ ગોલ, સરપંચ શૈલેષભાઇ ખાતરા, સમાજ સેવક અશોકભાઇ બેરા, ભૂપતભાઇ નરોડીયા તથા શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. શાળા પ્રવેશોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. સંચાલન જે.કે. ગોધવિયા દ્વારા આભારવિધી આચાર્ય ભાવનાબેન કાસુંદ્રાએ, તસ્વીરમાં દીપ પ્રાગટય કરતા સરપંચ શૈલેષભાઇ ખાતરા તેમજ દાતાશ્રીના પ્રતિનિધિ ભુપતભાઇ નરોડીયા તથા આચાર્ય ભાવનાબેન વગેરે નજરે પડે છે.

(11:52 am IST)