Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભાવનગરઃ મેઘરાજાની બઘડાટીઃ ૪ ઇંચ સુધી ખાબકયો

શિહોર-૪ ઇંચ : ઘોઘા-૩૧૧, ભાવનગર-ઉમરાળા બોટાદ-૨ : ગઢડા-૧ાા : જેશર-તળાજા-૧ ઇંચઃ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાની રાહઃ સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘાવી માહોલ યથાવતઃ શિહોરમાં દે ધનાધન ૪ ઇંચ વરસાદ ખાબકતા નદી-નાળામાં ઘોડાપુરઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ઉપરની પ્રથમ,બીજી અને ત્રીજી તસ્વીરમાં ભાવનગર જીલ્લામા ૪ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ નીચેની પ્રથમ તસ્વીરમા ગોંડલ પંથકમા સંધ્યા ખીલેલી નજરે પડે છે છેલ્લી તસ્વીરમાં જસદણમાં ઝાપટા રૂપે વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી (ભાવનગર),ભાવેશ ભોજાણી (ગોંડલ) હુસામુદીન કપાસી-જસદણ)

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે ગઇકાલે મેઘરાજા રાત્રીના ભાવનગર અને બોટાદ જીલ્લા ઉપર મહેરબાન થયા હતા અને ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

કાલે સાંજથી આજે સવાર સુધીમાં ભાવનગર જીલ્લાના શિહોરમાં ૪, ઘોઘામા સાડા ત્રણ, ભાવનગર અને ઉમરાળામાં ૨, જેશર-તળાજામા ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે બોટાદ જીલ્લાના બોટાદ શહેરમાં ર ઇંચ અને ગઢડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત અમરેલી જીલ્લાના લાઠીમા ૩, બાબરામા અઢી, લીલીયામા દોઢ તથા અમરેલીમા ૧ ઇંચ વરસાદ પડયો છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ છવાયેલો રહ્યો છે અને હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ વરસી જાય છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી છે. જીલ્લામાં અર્ધાથી ચાર ઈંચ વરસાદ પડયો છે અને આજે શનિવારે સવારે પણ ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો છે. સિહોરમાં ચાર ઈંચ, ધોવામાં સવા ત્રણ ઈંચ, ભાવનગર અને ઉમરાળામાં બે બે ઈંચ, જેસર, તળાજામાં એક-એક ઈંચ, ગારીયાધારમાં એક ઈંચ અને મહુવા અને પાલીતાણામાં અડધો અડધો ઈંચ વરસાદ પડયો છે. સિહોરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટીઓમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. આજે શનિવારે પણ સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે મેઘસવારી ચાલુ રહી છે.

ગોહિલવાડ પંથકમાં અનરાધાર મેઘમહેર વરસતા હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. જેઠ માસમાં અષાઢી ધારાએ અનરાધાર વરસાદ વરસતા ટાઢક પ્રસરી ગઈ છે. જીલ્લાના સિહોરમાં રાત્રે ત્રણ કલાકમાં ચાર ઈંજ વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગર શહેરમાં પણ બે ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય પંથકમાં વરસાદથી નદી, નાળા, ચેકડેમોમાં પાણી ભરાવા લાગ્યા છે.

ભાવનગર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરાળામાં ૪૩ મી.મી., ગારીયાધારમાં ૨૪ મી.મી., ઘોઘામાં ૮૪ મી.મી., જેસરમાં ૨૯ મી.મી., તળાજામાં ૨૮ મી.મી., પાલીતાણામાં ૯ મી.મી., ભાવનગરમાં ૫૨ મી.મી., મહુવામાં ૧૦ મી.મી., વલ્લભીપુરમાં ૩ મી.મી. અને સિહોરમાં ૯૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

જસદણ

 જસદણઃ જસદણમાં કાલે શુક્રવારે બે કલાકમાં ઝાપટા સ્વરૂપે પોણો ઇંચ વરસાદ થયેલ હતો સાંજેના ૪.૩૦ કલાકે શરૂ થયેલ વરસાદ સાંજના ૭ વાગ્યા સુધી ઝાપટાં રૂપે પડેલ હતો આજે આ પંથકના ઘણા ગામડાઓમાં પણ ઝાપટા થી એક ઇંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા ૨૪ કલાકમા સૌરાષ્ટ્રમા પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

 

ઉમરાળા

૪૩ મીમી

ગારીયાધાર

૨૪ મીમી

ઘોઘા

૮૪ મીમી

જેશર

૨૯ મીમી

તળાજા

૨૮ મીમી

પાલીતાણા

૯ મીમી

ભાવનગર

૫૧ મીમી

મહુવા

૧૦ મીમી

વલ્લભીપુર

૩ મીમી

શિહોર

૯૭ મીમી

અમરેલી

 

લાઠી

૭૯ મીમી

બાબરા

૬૬ મીમી

લીલીયા

૩૯ મીમી

અમરેલી

૨૦ મીમી

જાફરાબાદ

૩ મીમી

બોટાદ

 

ગઢડા

૩૧ મીમી

બરવાળા

૬ મીમી

બોટાદ

૪૭ મીમી

જુનાગઢ

 

માણાવદર

૨ મીમી

વિસાવદર

૩૩ મીમી

સુરેન્દ્રનગર

 

ચુડા

૫ મીમી

લીંબડી

૬ મીમી

પોરબંદર

 

પોરબંદર

૧ મીમી

કચ્છ

 

મુંદ્રા

૧ મીમી

(11:45 am IST)