Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હળવદ પંથકમાં ખનીજ ચોરી

હળવદ, તા. ર૯:   જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા કલેકટર ની સુચના મુજબ આજરોજ ડેપ્યુટી કલેકટર , મામલતદાર , આરટીઓ , ખનિજ તંત્ર સહિતનાઓ બ્રાહ્મણી નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા હળવદ પંથકમાં ધામા નાખ્યા હતા પરંતુ ખનીજચોરોના કાળાકારોબાર નીચે દબાઈ તંત્ર બેસી રહ્યું અને અનેક ટ્રક રેતી ચોરી કરી જતી રહી હતી તેવું ચર્ચાઇ રહ્યું છે ત્યારે માત્ર કલેકટરની સુચના હોવાથી શરમે ધર્મે બે રેતી ચોરી કરી જતી ટ્રકને ઝડપી લઇ જાણે મોટુ કામ કર્યું હોય તેમ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અહીં સવાલ એ થાય છે કે પંથકમાં દિવસ અને રાત બેરોકટોક પણે ચાલતી ખનીજચોરી ઝડપવામાં તંત્ર કેમ મ ઉદાસીન રહે છે ? જયારે માથક ગામે પણ ખનિજ ચોરી કરી જતી ટ્રકો ગામમાં પસાર થતી હોવાથી અનેક વખત અકસ્માત કરતી હોવા છતાં પણ ખનિજ તંત્ર કે બીજું કોઈ જવાબદાર તંત્ર આ ચાલતી ટ્રકોના પૈડા થંભાવી શકતું નથી તો બીજી તરફ લોકો પાસે તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે ખનીજચોરો મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ ચલાવી તંત્રની રજેરજની જાણકારી મેળવતા હોય છે જયારે રેડ થાય તે પહેલાં જ રેત માફિયાઓને જાણકરી દેવામાં આવતી હોય તેવું લોક મુખે ચર્ચા થઈ રહી છે. શુ હળવદમાં ચાલતા રેતીના વોસ પ્લાન્ટમાં થાયછે મોટો ભ્રષ્ટાચાર..?? હળવદ પંથકમાં ચાલતા રેતીના વોસ પ્લાન્ટમાં ચાલતી ખનીજ ની ગેરરીતી  તંત્રને દેખાતી ન હોય તેમઙ્ગ હોસ પ્લાન્ટમાં રેતીની રોયલ્ટી પણ અન્ય તાલુકાઓની અને રેતી પણ અન્ય તાલુકા ની વાપરવામાં આવતી હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે ત્યારે શું જવાબદાર તંત્ર આવાસ પ્લાન્ટમાં ચાલતી ગેરરીતિ તપાસ હાથ ધરીઙ્ગ અટકાવશે ખરી.

હળવદ મા ચાલતા ખનીજચોરી ભરેલા ડમ્ફર મોટાભાગના નંબર પ્લેટ વગરના હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આ નંબર પ્લેટ વગરના ડમ્પરો આરટીઓ તંત્રને ધ્યાને નહીં આવતા હોય કે પછી બધું ચલાવવામાં આવે છે?

(11:41 am IST)