Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નવાગઢ : પ્રાધ્યાપકો માટે સ્ટુડન્ટ ઈન્ડકશન પ્રોગ્રામ - કાર્યશાળા યોજાઈ

નવાગઢ તા.૨૯ : એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ કચ્છ ખાતે પ્રાધ્યાપકગણ માટે સ્ટુડન્ટ ઇન્ડકશન પ્રોગ્રામ પર ૩ દિવસીય કાર્યશાળાનું આયોજન કરેલ હતુ.

વર્તમાન શિક્ષણ અને માનવમુલ્યોના સમન્વયના દ્વાર ખોલવા એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ કચ્છ ખાતે પ્રાધ્યાપકો માટે ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન પ્રાયોજીત સ્ટુડન્ટ ઇન્ડકશન પ્રોગ્રામનું તારીખ ૨૪ જૂનથી ૨૬ જૂન ૨૦૧૯ દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતુ.

સમાજના કાર્યક્રમની શરૂઆત ચેરમેન જગદીશભાઇ હાલાઇ, પધારેલ અતિથિ વિશેષ અને વકતા જીગર રત્નોકર, આત્મીય ઇન્સ્ટીટયુટ રાજકોટ સંસ્થાના એડમીનીસ્ટ્રેટર હીરેન વ્યાસ, વાઇસ પ્રિન્સીપાલ શ્રીમતી રસીલા હીરાણી તથા મિકેનીકલ એન્જી. વિભાગના વડા વિશાલ ભીમાણી દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવી. સંસ્થાના વાઇસ પ્રીન્સીપાલ શ્રીમતી રસીલા હિરાણીએ સંસ્થા અને કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.

મુખ્ય વકતા શ્રી જીગર રત્નોકરે સતત ૩ દિવસ પ્રાધ્યાપકોને માનવ મુલ્યોને અને શિક્ષણનું મહત્વ સમજાવી કેળવણીનું પથદર્શન કરાવ્યું. એમણે કહ્યુ હતુ કે, જે કેળવણી વડે ચારિત્ર્યનું નિર્માણ થાય, મનની શકિતની વિકાસ થાય, બુધ્ધિની ક્ષિતીજો વિસ્તરે અને મનુષ્ય પગભરના થાય એવી શિક્ષા એ જ સાચી કેળવણી શાળીય શિક્ષણ પુર્ણ કરી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવવા જયારે કોલેજમાં પ્રવેશ મેળવે છે ત્યારે મુલ્યસભર શિક્ષણ દ્વારા ભાવિ નાગરીક અને સુદૃઢ સમાજનું નિર્માણ શકય બને છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ એઆઇસીટીઇ માન્ય કોલેજનો કુલ ૫૧ પ્રાધ્યાપકોએ લાભ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સંસ્થાના ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગના વડા શ્રીમતી બર્નાલી કેરલીયાએ સંભાળ્યુ હતુ જેમાં હિતેશગીરી ગોસ્વામીનો સહકાર મળે હતો. આ કાર્યક્રમ માટે સંસ્થાના ચેરમેન જગદીશભાઇ હાલાઇ, એડમીનીસ્ટ્રેટર હીરેન વ્યાસ તથા વાઇસ પ્રિન્સીપાલ રસીલા હિરાણી જહેમત ઉઠાવી હતી.

(11:40 am IST)