Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોરબીમાં બે અકસ્માતઃ બેને ઇજા

રેશ્માબેન પઠાણે મામાના ઘરે ઝેરી દવા ગટગટાવી

મોરબી તા.૨૯: મોરબી પંથકમાં બે અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સહીત બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે એક યુવતી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

મોરબીમાં અકસ્માતના બનાવમાં ભકિતનગર સર્કલ પાસે બાઇક અને કાર અથડાતા કલ્પેશભાઇ હર્ષદભાઇ રાવલ (ઉ.વ.૫૩)નામના આધેડ વ્યકિતને ઇજા પહોંચી છે જ્યારે અન્ય બનાવમાં ધ્રાંગધ્રાના રહેવાસી કલ્પેશ મુકેશ ભરવાડ (ઉ.વ.૦૫)નામના બાળકને બાઇક ચાલકે ઠોકર મારતા ઇજાગ્રસ્તને શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

જયારે અન્ય બનાવમાં મોરબીના નવલખી રોડ પરના રહેવાસી રેશ્માબેન રફીકભાઇ પઠાણ (ઉ.વ.૧૮) નામની યુવતી સુપર ટોકીઝ પાસે રહેતા તેના મામાના ઘર નજીક કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:38 am IST)