Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સરધારના હિતેષ અને અશ્વિન પર થાનમાં ચાર શખ્સોનો હુમલો

રાજકોટ તા. ૨૯: સરધાર રહેતાં બે સગીર ભાઇઓને થાન ચોકડીએ હતાં ત્યારે ચાર શખ્સોએ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.  સરધાર રહેતો હિતેષ છગનભાઇ ચારોલીયા (ઉ.૧૪) અને તેનો ભાઇ અશ્વિન છગનભાઇ ચારોલીયા (ઉ.૧૭) ગઇકાલે થાન ચોકડીએ કામ સબબ ગયા હતાં ત્યારે ભીમા લાલજી, કાળુ, કિશોર, ભરચાભાઇ સહિતે પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને રાજકોટ ખસેડાયા હતાં. જો કે સાંજે જ રજા લઇ જતાં રહ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

 

લોધીકામાં ભુદરભાઇ અને શોભાબેન પર સળીયાથી હુમલો

લોધીકામાં ખોડિયાર પ્લોટમાં રહેતાં ભુદરભાઇ જેસીંગભાઇ પરમાર (ઉ.૫૦) તથા શોભાબેન ભુદરભાઇ (ઉ.૪૫)ને ગામમાં પરેશ રઘુભાઇ પરમારે સળીયાથી માર મારતાં રાજકોટ દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી.

(11:38 am IST)